ભારતમાં ખેતી ઉત્પાદન નિયંત્રિત બજારો અસ્તિત્વમાં આવ્યાં તે પહેલા આર્થિકક્ષેત્રે ખેડૂતોની સ્થિતિ ઘણી નબળી હતી અને ખેતીવાડી ઉત્પાદન ક્ષેત્રે પણ કોઈ પ્રગતી થઈ નહોતી.
૧૯૨૬ થી ૧૯૨૮ દરમિયાન એક રોયલ કમિશનની નિમણુક કરવામાં આવી.ગુજરાત ખેત ઉત્પન્ન બજાર અધિનિયમ, ૧૯૬૩ (સને ૧૯૬૪ ના ગુજરાતનાં અધિનિયમ-૨૦)(જેનો આમાં હવે પછી ‘’ સદરહુ અધિનિયમ ‘ ‘ તરીકે ઉલ્લેખ કર્યો છે તે) ની કલમ-પર અને કલમ-૫ હેઠડ બહાર પડેલા કૃષિ અને સહકાર વિભાગ ના તા. ૮-૧૨-૯૮ ના સરકારી જાહેરનામા ક્રમાંક જીએચકેએચ-૭૮-૯૮-એપીએમ-૧૦૯૮-૧૯૫૧-ગ(૧૨૬) (જેનો આમાં હવે પછી ‘’સદરહું જાહેરનામા’’ તરીકે ઉલ્લેખ કર્યો છે તે) તેની રૂએ ગુજરાત સરકાર, સદરહુ જાહેરનામા માં નિર્દિષ્ટ કરેલ ખેતી ઉત્પન્નના ખરીદ અને વેચાણના સંબંધમાં ખેત ઉત્પન્ન બજાર સમિતિ, ખંભાત જી. ખેડાના બજાર વિસ્તારને બે જુદા જુદા વિસ્તારો માં એટ્લે કે (૧) ખંભાત તાલુકા ના બનેલા બજાર વિસ્તાર અને (૨) તારાપુર તાલુકા ના બનેલા બજાર વિસ્તારોમાં વિભાજિત કરવાના ઈરાદે સામે કોઈ સૂચનો મડેલ નથી. અને હવે તેથી ગુજરાત સરકાર સદરહું જાહેરનામામાં નિર્દિષ્ટ કરેલ ખેતી ઉત્પન્નના ખરીદ અને વેચાણના સંબંધમાં ખેત ઉત્પન્ન બજાર સમિતિ, ખંભાત જી. ખેડાના બજાર વિસ્તારને બે જુદા જુદા વિસ્તારો માં એટ્લે કે (૧) ખંભાત તાલુકા ના બનેલા બજાર વિસ્તાર અને (૨) તારાપુર તાલુકા ના બનેલા બજાર વિસ્તારોમાં વિભાજિત કરે છે. હવે તેથી સદરહુ અધિનિયમની કલમ-૫૪ થી મડેલ સત્તાની રૂએ ગુજરાત સરકાર આથી
(ક) ખેત ઉત્પન્ન બજાર સમિતિ, ખંભાત જી. ખેડા તેનું વિસર્જન કરે છે અને
(ખ) આદેશ કરે છે કે
(૧) એ રીતે વિસર્જિત બજાર સમિતિના સભ્યો, આ હુકમની તારીખથી તેમના હોદ્દા ખાલી કરવા