કૃષિમાં યાંત્રીકરણ

ખેડુતોએ યાંત્રીકરણ માટેશું કરવું જોઈએ

 • કૃષિમાં જમીન તૈયારીથી કાપણી થ્રેસીંગ સુધીના દરેક કામમાં યાંત્રીકરણ કરવું. ખેતરની સાઇઝ અને પાક પ્રમાણે યોગ્ય મશીનરીનો ઉપયોગ કરવો.
 • મોઘી મશીનરી ભાડેથી અથવા ખેડુતોના ગૃપ વચ્ચે લઇ શકાય.
 • કૃષિમાં યંત્રોનો ઉપયોગ વધારવો જેવાં કે ઝીરો ટીલેજ સીડ ડ્રીલ, રેઈઝ અને ફરો પ્લાન્ટર, લેઝર લેન્ડ લેવલર વગેરે.
 • ખેડુતોને મશીનરીના યોગ્ય ઉપયોગ અને નિભાવણી વિશે તાલીમ કેન્દ્રો તથા કેવીકે મારફત તાલીમ આપી શકાય.

બિયારણ વિષે જાણો

ખેડુતોએ બિયારણ માટે શું કરવું જોઈએ

 • સ્થાનિક હવામાન મુજબ ભલામણ કરેલ જાતનુ અને નિયત કરેલ અંતરે તેમજ ભલામણ કરેલ બિયારણ નો દર વાપરવો જોઇએ.
 • હંમેશા પ્રમાણીત બિયારણ અધિકૃત વિક્રેતા પાસેથી જ ખરીદીને વાપરવા. બિયારણ ઠંડી, સુકી અને ચોખ્ખી જગ્યાએ સંગ્રહ કરેલ હોય ત્યાંથી ખરીદ કરવા/li>
 • હમેંશા જંતુનાશક દવાની માવજત આપેલ બિયારણ વાપરવુ જોઇએ, કે જેની ભૌતીક અને જનીનીક શુધ્ધતા અને ઉગાવાની ખાતરી કરેલ હોઇ.

પિયત સુવિધાઓ વિષે જાણો

ખેડુતોએ પિયત સુવિધાઓ માટે શું કરવું જોઈએ

 • ખેતીની સારી પધ્ધતિઓ અપનાવી જમીન અને પાણીનુ યોગ્ય જતન/સંગ્રહ કરવો.
 • ચેકડેમ અને ખેત તલાવડીઓ દ્વારા વરસાદી પાણીનો સંગ્રહ કરવો.
 • પાણીના સંગ્રહીત વિસ્તારમાં બીજ ઉત્પાદન અને નર્સરીના ઉત્પાદનમાં યોગ્ય ફેરબદલ કરવી જોઇએ.
 • ટપક અને ફુવારા પિયત પધ્ધતિ અપનાવવાથી ૩૦ થી ૩૭ ટકા પાણીનો બચાવ થાય છે. અને ખેતી પાકોની ગુણવત્તા અને ઉત્પાદન વધે છે.