વ્હાલા ખેડૂતભાઇઓ તથા વહેપારી મિત્રો,

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ તારાપુર સતત વિકાસના નવા શિખરો સર કરી સમગ્ર આણંદ જિલ્લા કાર્ય પ્રણાલિકા અને વ્યવસ્થાતંત્રને કારણે ઉચ્ચ ગુણવતા ધરાવતા યાર્ડ તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત છે. અને સતત સહિયારી મહેનતનુ આ પરિણામ છે.

આપ સૌ જાણો છો કે ભારત ખેતીપ્રધાન દેશ છે અને ૭૦ થી ૮૦ % વસ્તી ખેતી ઉપર નિર્ભર છે જે ગામડાઓમાં વસે છે રાષ્ટ્રીય આવક માં  ખેતીની આવકનો નોંધપાત્ર સીધે ફાળો હોય રાષ્ટ્ર ની પ્રગતિ નો મુખ્ય આધાર સ્તંભ ખેતી નો વિકાસ છે. ખેતી ની પ્રગતિ માજ રાસ્ટ્ર ની આબાદી છે.   ભારત સરકારે ખેત પેદાસનું ઉત્પાદન વધારવા નાની મોટી ખેતીલક્ષી ઘણી જ મહત્વ ની વિવિધ યોજનાઓનું આયોજન કરેલ છે. સરકાર શ્રી એ પણ ખેતી ને એક મહત્વ ના ઉધોગ તરીકે સ્વીકારેલ છે જે ખેતી નું મહત્વ દર્શાવે છે.  તેમ છતાં બીજા ઉધોગ ની પેદાસ ના ભાવ માલ ઉત્પન્ન કરનાર નક્કી કરે છે જ્યારે ખેડૂત ને ખેતપેદાસ ના ભાવ માલ ખરીદનાર દ્વારા જ નક્કી કરવાની વારસો જૂની પ્રથા ના કારણે જગત ના તાત સમા ખેડૂત ભાઈઓ ને ઘણી વાર નુકસાન વેઠવાનો વારો આવે છે. ખેડૂત ભાઈઓને એમના ખરા પરસેવા ની મહામતી મૂડી એવી ખેતપેદાસ ની ગુણવત્તા મુજબ તંદુરસ્ત અને પોષણ ક્ષમ ભાવ મળી રહે તે સુભ હેતુ અને બજાર ધારા નો આસય ખર આવે તે હેતુ સાર બજાર સમિતિ તારાપુરે બજાર સમિતિ ખંભાત માથી ૧૯૯૯ માં વિભાજિત થઈ અલગ મુખ્ય માર્કેટ યાર્ડ ની સ્થાપના થયેલ છે. જેમાં તારાપુર તાલુકા ના તથા તારાપુર સિવાય ના અન્ય બજાર વિસ્તાર માથી પણ અનાજ પક્વતા ખેડૂત ભાઈઓ ખેતપેદાસ ખુલ્લી હરાજી માં વેચાણ કરીને પોષણ ક્ષમ  ભાવો મેડવે છે.

બજાર સમિતિ તારાપુર માં ખેતપેદાસો  ઉત્પન્ન કરનાર ધરતી પુત્રો ના હિત નું રક્ષણ કરવા ખેત પેદાસો ની ખુલ્લી હરાજી તેમજ સમિતિ નું લાઈસેન્સ ધરાવતા વેપારી તોલાટ હમાલો  દ્વારા સાચો તોલ થાય અને અને ધરતીપુત્રો ને પોતાની મહેનત થી ઉત્પન્ન કરેલ ખેત પેદાસો ના સાંજ સુધી માં રોકડા રૂપિયા લઈ હસતાં હસતાં ઘરે જાય તેવા ધ્યેય સાથે આગેકુંચ કરવાની સંસ્થા ના ચેરમેન તરીકે મારી નેજા છે.

ખેડૂતો ના આર્થિક ઉદ્ધાર માટે સમાજ ના આર્થિક રીતે પછાત વર્ગો સોષણ મુક્ત બની સબળ અને સમૃદ્ધ બને તેવા હેતુ સર કરવા આ દેશ માં વિવિધ કાયદા ઓ ઘડવામાં આવ્યા. તેમાં બજાર ધારો મહત્વ નું સ્થાન ધરાવે છે. ખેડૂત વર્ગ પાક ના વેચાણ માં ગેર રીતિઓનો ભોગ ના બને અને તેમના ખેત ઉતપન્નના વ્યાજબી ભાવો ઉપજે અને તે રીતે તેઓ આર્થિક રીતે સમૃદ્ધ બને તેવો બજાર ધારા નો સુભ આશય છે. અને તે અંતર્ગન નામદાર  સરકાર શ્રી તરફથી અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે તેને અનુલક્ષી ને બજાર સમિતિ તરાપુરે આ દીશા માં મહત્વ ની ભૂમિકા ભજવી  બજાર ધારા નો પૂરે પૂરો અમલ કરવી ખેડૂતો તથા વેપારીઓનો ઘણો હિત વધાવ્યો છે તેથી ગુજરાત ભાર માં પોતાનો આગવું સ્થાન ધરાવે છે.

સમગ્ર ભારત દેશ માં લગભગ ૬૫૦૦ કરતાં પણ વધુ માર્કેટ યાર્ડ છે. આ માર્કેટ યાર્ડ માં સમાન્ય રીતે ખેડૂતો ના ખેત ઉત્પાદનો “ખુલ્લી હરાજી, સાચો તોલ અને રોકડા નાણાં“ આ ત્રણ પાયા ના સિદ્ધાંતો ઉપર વેચાણ ની વ્યવસ્થા કરવામાં આવે છે. પરંતુ હવે દેશ અને દુનિયા ૨૧ મી સદી માં પોતાનો કારોબાર ચલાવે છે ત્યારે દેશ ના માર્કેટ યાર્ડો ને પણ ૨૧ મી સદી ને અનુરૂપ કામ કરવાની લાભ જરૂરિયાત ઊભી થયી છે. અને તેના અનુસંધાન માં માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના માર્ગદર્શન હેથળ કૃષિ સુધારણા નું કામ થઈ રહેલ છે ત્યારે કેન્દ્ર સરકારે માર્કેટ યાર્ડોં  માં વેચાય તે માટે “નેસનલ એગ્રિકલ્ચર માર્કેટ”  (E-NAM) યોજના હેથળ કોમ્પરીહેંસિવ ઇ – માર્કેટ પ્લેટફોર્મ નું આયોજન કરેલ છે. અને કેન્દ્ર સરકાર કૃષિ ક્ષેત્ર ને ઓનલાઇન કરવા તરફ આગળ વધી રહેલ  છે. ગુજરાત રાજ્ય માં પણ અગાઉ ૪૦ બજાર સમિતિ ઓનો ઇ-માર્કેટ નો સુભઆરંભ થયો હતો તેમાં બજાર વર્ષ ૨૦૧૭-૧૮ માં સપ્ટેમ્બર ૨૦૧૭ માસ થી અન્ય ૨૫ બજાર સમિતિ ઓમા બજાર સમિતિ તારાપુર નો પણ ઓનલાઇન ઓક્સ્ન કરાવવા હમવતી યોજના માં સમાવેશ કરેલ છે. એ અંતર્ગત અન્ય કામો જેવા કે વે-બ્રિજનેટ કનેક્ટિવિટી વગેરે પણ કાર્યરત કરેલ છે.

બજાર સમિતિ ના આધુનિક પદ્ધતિ ના સંચાલન માટે ખેડૂતો વેપારીઓ વચ્ચે પારસ્પરિક સમતુલા જડવાય, યાર્ડ ના વિકાસ માટે હાઇટેક  પદ્ધતિઓ દાખલ કરાય અને માર્કેટ યાર્ડ નો સંપૂર્ણ વિકાસ થાય તે માટે મારા સાથી સદસ્યો મિત્રો એ મને સમગ્ર તાલુકા ના કૃષિ ક્ષેત્ર નો ઘડપણ નિભાવવા આ યાર્ડ ના ચેરમેન તરીકે મને ચૂંટી ને મારા માં અપ્રતિમ વિશ્વાસ મૂક્યો છે. તે બદલ સૌના પરત્વે હું આભાર પ્રસન્નતા વ્યક્ત કરું છું. તેમજ બજાર સમિતિ વહીવટ માં અવાર નવાર માર્ગદર્શન આપવા માટે નાયબ નિયામક શ્રી જિલ્લા રજીસ્ટાર સાહેબ આણંદ, મેનેજિંગ ડિરેક્ટર શ્રી, ગુજરાત રાજ્ય કૃષિ બજાર બોર્ડ ગાંધીનગર , ગુજરાત નિયંત્રિત બજાર સંઘ અમદાવાદ તથા માનનીય શ્રી નિયામક સાહેબ ગાંધીનગર તથા મારા સાથી સભ્યશ્રીઓએ સુંદર સાથ અને સહકાર આપેલ છે. એ પ્રસંસનીય હોય તે તમામ નો અંત:કરણ પૂર્વક આભાર વ્યક્ત કરું છું.

અંત માં બજાર સમિતિ ના સેક્રેટરી શ્રી તથા કર્મચારીઓએ તેઓનો ફાળવેલ કામગીરી પૂરી મહેનત તથા પ્રમાણિક્તા થી નિભાવેલ હોય તેની આ તકે નોંધ લઈ તે માટે તેઓનો પણ ધન્યવાદ આપું છું.

 

જય હિન્દ                                 જય કિશાન                                                              જય સહકાર

 

આપનો સહકારી

શ્રી મદારસંગ ભાવુભા

ચેરમેન

ખેતીવાડીઉત્પન્ન બજારસમિતિ

તારાપુર