બજાર ધારાના અમલીકરણ અને તેના હેતુઓ પાર પાડવામાં ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગુજરાત રાજ્ય, ગાંધીનગરના નિયામકશ્રી અને જિલ્લા રજીસ્ટારશ્રી સહ. મંડળીઓ આણંદ મે. સરકાર શ્રી ના પ્રતિનિધિ સર્વે શ્રી સહકારી અધિકારી બજાર આણંદ તથા પેટા વિભાગીય ખેતીવાડી અધિકારી શ્રી, તાલીમ અને મુલાકાત ગુજરાત રાજ્ય કૃષિ બજાર મંડળના મેનેજિંગ ડાઇરેક્ટર શ્રી અને વહીવટી અધિકારી શ્રી, તથા ગુજરાત નિયંત્રિત બજાર સંઘ તરફથી બજાર સમિતિ ના વિકાસ માં સુંદર અને સહકાર ભર્યું માર્ગદર્શન માડતું રહેલ છે તે બદલ તેઓશ્રી નો આ તકે આભાર માનું છું

બજાર સમિતિ ના રોજ બરોજ ના કર્યો માં સાથ સહકાર આપવા બદલ તાલુકા તથા આજુબાજુ ના આવેલા તાલુકા ના ખેડૂત ભાઈઓ તથા વહેપારી ભાઈઓને, માર્કેટયાર્ડ માં રોજબરોજ કામ કરતાં કમિસન એજન્ટ ભાઈઓનો સ્થાનિકસહકારી સંસ્થાઓના તથા મંડળીઓ ના અધિકારીઓ શ્રીઓ નો બજાર સમિતિ આ તબક્કે આભાર માને છે. સાથે સાથે તેઓને વિનંતી કરે છે કે બજાર ધારાની જોગવાઈઓનો અમલ કરવામાં બજાર સમિતિ ને સાથ સહકાર આપે.

અંત માં બજાર સમિતિ તારાપુરના મારા સાથી કર્મચારી મિત્રો એ ખેડૂતો નું હીત તેમના હ્રદયે રાખી વહેપારી ભાઈઓ સાથે સુમેળથી વર્તી માર્કેટયાર્ડની રોજબરોજ ની કામગીરી ઉકેલવામાં સંપ અને વફાદારીથી તેમની ફરજો બજાવી બજાર સમિતિના સરળ સંચાલનમાં અને કરકસર ભર્યા વહીવટમાં સાથ સહકાર આપી બજાર સમિતિના હિતમાં જરૂર પડે ફરજ ઉપરાંતનો સામનો ત્યાગ આપી જે કામગીરી બજાવવામાં સહકાર આપેલો છે તે બદલ તેઓનો પણ આ તબક્કે આભાર માનું છું.

 

જય હિન્દ                                                                       જય જવાન                                                                         જય કિસાન

બજાર સમિતિ ના આદેશ થી

આપનો સહકારી

વિક્રમભાઈ ભીખાભાઇ રબારી

સેક્રેટરી

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ

તારાપુર